કડીમાં પારુલ નર્સિંગ હોમના બે તબીબ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મહેસાણા, મહેસાણાના કડીના પારુલ નર્સિંગ હોમના બે તબીબો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. તબીબની બેદરકારીથી ડિલિવરી દરમિયાન સગર્ભા અને બાળકના મોત થયા હતા. જેને લઈને પારુલ હોસ્પિટલના ગાયનેક ડૉક્ટર હર્ષલ પટેલ અને આયુર્વેદિક ડોકટર ઈશરત વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.જેમાં સગર્ભા મહિલાની પ્રેગન્સીની શરૂઆતથી પારૂલ નર્સિંગ હોમમાં સારવાર ચાલુ હતી. જે મહિલાને અગાઉ બે સિઝેરિયનથી બાળકો થયેલ હતા. છતા મહિલાની નોર્મલ ડિલિવરી કરી દેવાઈ હતી.

આઠ માસ પુરા થઈ ગયેલ હોવાનું જાણતા હોવા છતાં મુખ્ય ડોકટર હર્ષલ પટેલ આવ્યા નહોતા. તો મહિલાને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે પણ ના મોકલી. અને આયુર્વેદિક તબીબે ડિલિવરી ના કરી શકે તેમ હોવા છતાં નોર્મલ ડિલિવરી કરાવી હતી. ડોકટરની ગંભીર બેદરકારીના કારણે સગર્ભા અને બાળકનું મોત થયું હતું. મહત્વનું છે કે બેદરકારી બદલ મેડિકલ કાઉન્સિલે ૬ માસ માટે તબીબને સસ્પેન્ડ કર્યા છે. સમગ્ર મામલે કડી પોલીસ મથકે બંને ડોકટર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.