કડાણાના રાઠડા બેટ ખાતે રાજ્ય શિક્ષણ મંત્રી હોડીમાં બેસી ગ્રામજનોને મળ્યા

મલેકપુર, કડાણા તાલુકાના અંતરિયાળ વિસ્તાર રાઠડા બેટ ખાતે પોતાના કાર્યકરો સાથે હોડીમાં બેસી બેટ પર પહોચી ગ્રામજનોને મળ્યા હતા.

રાજ્યમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ડો કુબેર ડીંડોર પોતાના વિધાનસભા મત વિસ્તાર ના દાહોદ લોકસભા મત વિસ્તારના કડાણા તેમજ સંતરામપુરમાં પુર જોર શોર માં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે.

મોદી પરિવારના લક્ષ સાથે લોકોના ઘરે ઘરે જઈ વિકાસલક્ષી કાર્યોની વિગતો લોકો સુઘી પહોચાડી દાહોદ લોકસભાના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર માટે એક મત મોદી સરકારના હાથ મજબૂત કરવાં જનસંપર્ક કરી રહ્યા છે અને એક વોટ મોદી પરિવારને, એક વોટ વિકાસને, એક વોટ ભારતને, તેમ કહી અબકી બાર 400 પાર ફિર એક બાર મોદી સરકાર ત્યારે આજ રોજ કડાણા તાલુકાના અંતરિયાળ વિસ્તાર રાઠડા બેટ ખાતે પોતાના કાર્યકરો સાથે હોડીમાં બેસી બેટ પર પોહચી ગ્રામજનોને મળ્યા હતા.

છેલ્લા ઘણા વર્ષોથી બેટ વિસ્તારના લોકો હોડીના સહારે આવા ગમન કરી રહ્યા છે આ બેટ વિસ્તારમાં 1,000 થી વધુ લોકો વસવાટ કરે છે. જ્યારે ખેતી અને મત્સ્ય ઉદ્યોગ કરી પોતાની આજીવિકા રળી રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી આવવા જવા માટે પૂલ (બ્રિજ)ની માંગણી કરી રહ્યા છે. અહી આવા જવા માટે માત્ર હોડીનો સહારો લઈ જીવન જીવતા આ બેટ વિસ્તારના લોકો માટે ડો. કુબેરભાઈ ડિંડોર દ્વારા વર્ષ 21-22 માં પૂલ મંજૂર કરાવામાં આવ્યો હતો. ત્યાર બાદ સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરી ટેન્ડર બાર પાડવામાં આવ્યું હતું. પરંતુ એન્જસીઓ દ્વારા ખૂબ ઉંચા ભાવ ભરવામાં આવતા સરકાર દ્વારા ટેન્ડર નામંજૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કુબેરભાઈ ડીંડોર દ્વારા સરકારમાં રજુવાત કરી ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરાવામાં આવી છે. જેમાં નવા એસોઆર મુજબ 15% ઉંચા ભાવે પરેશ એસ પટેલ નામની એજસીએ ટેન્ડર ભર્યું છે. જેની અંદાજીત કિંમત રૂપિયા 26 કરોડ થી પણ વધુ છે. ત્યારે ચૂંટણી પુરી થતાં ટેન્ડર મંજુર કરી વર્ક ઓડર આપી કામ ચાલુ કરાવામાં આવશે, ત્યારે બેટ વિસ્તારના લોકો માટે હવે આગામી સમયમાં પૂલ બનાવવાની કામગીરી કરવામાં આવશે. જેથી લોકોનું જીવન સામાન્ય બનશે અને આવન ગમન સરળ બનશે.