કડાણા તાલુકાના રણકપુર ગામમાં નાણાકિય સાક્ષરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસારઇન્ડિયન સ્કૂલ ઓફ માઈક્રો ફાઇનાન્સ ફોર વુમન, આર.બી.આઈ અને બેંક ઓફ બરોડા દ્વારા સ્કેલપ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેનો મુખ્ય ઉદ્દેશ લોકો સક્રિય રીતે બચત કરતા થાય અને બેંકમાં ચાલતી વિવિધ યોજનાઓ,ડીજીટલ ટેકનોલોજીનો ઉપયોગ અંગે તેમજ સાઇબર ક્રાઇમ થી સાવધાન રેહવા માટીની માહિતી આપવાનો છે આજ અંતર્ગત આજે કડાણા તાલુકાના રણકપુર ગામમાં લોકો બેંકમાં ચાલતી યોજનાઓથી વિશે માહિતી મેળવે અને સાઇબર ક્રાઇમનો ભોગ નાં. અને તે માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં આર.બી.આઇ માંથી એલ. ડી.ઓ યશરાજ સર અને ડી.ડી એમ.રાજેશ સર ઉપસ્થિત રહ્યા હતા.
લોકોને બચતનું મહત્વ અને બેન્ક નાં ફાયદાઓ વિશે માહીતિ આપી હતિ ખાનપુર તાલુકામાં એ.એફ સી તરીકે કામ કરતા હસમુખ બામણીયા એ બેંક ઓફ બરોડા દ્વારા ચાલતા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ,પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના,અટલ પેન્શન યોજના વિશે અને ડિજીટલ ચોરી વધી રહી છે ત્યારે યુવાનો આવા સાઇબર ક્રાઇમ નો ભોગ નાં બને તે માટે તેમને અજાણ્યા કોઈ વ્યક્તિ જોડે o.t.p શેર નાં કરવાની તેમજ કોઈ ભોગ બને તો તાત્કાલિક ૧૯૩૦ નબર પર જાણ કરવાની જણાવ્યું હતું સમગ્ર કાર્યકમ મહીસાગર જિલ્લામાં લીડ ડિસ્ટ્રીક મેનેજર બારોટ સાહેબ અને મધ્ય ગુજરાત ક્રોડીનેટર જીજ્ઞેશ પરમાર સાહેબ નાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતો..