લુણાવાડા, મહિસાગર જિલ્લામાં દિન પ્રતિદિન સાયબર ક્રાઈમને લાગતા ગુનાઓ વધી રહ્યા છે. તેવામાં જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાએ સાયબર ક્રાઈમના ગુના અટકાવવા તથા શોધવા અંગેની સુચના કરવામાં આવતા કડાણા પો.સ્ટે.વિસ્તારમાં રહેતી એક યુવતીને તેના સોશિયલ મીડિયા પર કોઈ અજાણ્યા નંબર પરથી અશ્ર્લીલ મેસેજ તથા અભદ્ર ભાષાનો ઉપયોગ કરી કોઈ હેરાન કરવાનુ ચાલુ કરેલ છે જે બાબતે યુવતીએ અજાણ્યા ઈસમ વિરુદ્ધ અરજી ફરિયાદ દાખલ કરાવી હતી. જે બનાવ બાબતે સાયબર ક્રાઈમના ઈન્ચાર્જ પો.ઈ.એમ.ખાંટની સુચના અને માર્ગદર્શન હેઠળ સાયબર સેલના પો.સ.ઈ.તથા સ્ટાફે ટેકનીલક સોર્સનો ઉપયોગ કરી આ ફેક આઈડી બનાવી યુવતીને અશ્ર્લીલ મેસેજ કરનાર યુવકને આરોપી સમર્થકુમાર ડાહ્યાભાઈ પટેલ(રહે.લીંભોલા, કડાણા, જિ.મહિસાગર)ને ઝડપી પાડી કડાણા પોલીસ સ્ટેશને આઈ.ટી.એકટ સહિત અન્ય કલમો મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.