
રાજ્યમાં પાયાની સુવિધાઓને લઈને ગ્રામ પંચાયત વધુને વધુ સત્તા અને જવાબદારીઓમાં આવે તે હેતુથી FES સંસ્થાના સહયોગથી કડાણા તાલુકાના 19 ગ્રામ પંચાયતોમાં પંચાયત પદાધિકારીઓનો તાલીમ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં ખાસ કરીને પંચાયતી રાજ અને 73માં બંધારણીય કાયદા અંગેની સમજ, પંચાયતમાં મહિલાઓની ભાગીદારી અને મહત્વ, પંચાયત સભ્યોની સત્તા, કાર્યો અને ફરજો, ગ્રામ વિકાસ સંગઠન અને ગ્રામ વિકાસ આયોજનનું મહત્વ તથા ટકાઉ વિકાસ અંગેની સમજ વગેરે વિષયો પર ચર્ચા કરવામાં આવેલ.
કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયત સમિતિઓને ટકાઉ વિકાસ આયોજન કેવીરીતે કરવું, ગ્રામ પંચાયત સમિતિઓની સત્તા અને ફરજો શું હોય, ગામની સમસ્યાઓના નિરાકરણમાં મહિલાઓની ભાગીદારી કેમ જરૂરી છે તથા સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.