કડાણા તાલુકાના સરસાવ (ઉત્તર)ના આરોપીને સગીરાને ભગાડી જવા અને યૌનશોષણમાં 20 વર્ષની સજા ફટકારતી લુણાવાડા સ્પે.પોકસો કોર્ટ

કડાણા,મહિસાગર કડાણા તાલુકાના સરસવાર (ઉત્તર) ગામના આરોપીએ 2022માં સગીરાને લલચાવી ફોસલાવી પટાવી ભગાડી જઈ યૌનશોષણ કરેલ હોય તેની ફરિયાદ સંંતરામપુર પોલીસ મથકે પોકસો એકટ હેઠળ નોંધાયેલ તે કેશ મહિસાગર એડીશીનલ સેશન્સ કોર્ટ સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતાં આરોપીને 20 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો.

કડાણા તાલુકાના સરસવા (ઉત્તર)ના આરોપી કલ્પેશભાઇ રાયસીંંગભાઇ રોતનાએ 2022ના વર્ષમાં 16 વર્ષીય સગીરાને પટાવી ફોસલાવી ભગાડી લઈ ગયેલ અને યૌનશોષણ કરેલ હોય આ બાબતે સંતરામપુર પોલીસ મથકે પોકસો એકટ મુજબ ફરિયાદ નોંધાવા પામી હતી. આ કેસ મહિસાગર એડીશીનલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો કેશ ચાલી ગયો હતો. સરકારી વકીલ જયવીરસિંહ જે. સોલંકીની દલીલો ગ્રાહય રાખી સ્પે.પોકસો જજ અને એડીશીનલ જજ જે.એન.વ્યાસ દ્વારા સમાજમાંં દાખલો બેસે તે માટે આરોપી કલ્પેશ રાયસીંગભાઇ રોતને ને 20 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો અને ભોગ બનનારને કાનુની સેવા સત્તા મંડળને 3 લાખનું વળતર ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો.