મલેકપુર, મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના સાલીયાબીડ ગામે દુધ સહકારી મંડળીમાં આગ ભભુકી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ગોટેગોટા બહાર આવતા આસપાસમાં રહેતા સ્થાનિક રહિશો તરત જ ત્યાં દોડી આવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.
સ્થાનિક રહિશોના જણાવ્યાનુસાર આગના ધુમાડા ડેરીમાંથી બહાર આવવા લાગ્યા હતા. જેથી અમે લોકો ત્યાં દોડી ગયા અને જોયુ તો આગ લાગી હતી. ત્યારબાદ તરત જ પાણીથી આગ ઓલાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ કાબુ બહાર હોવાથી બુઝી શકી ન હતી. આગ નહિ બુઝાતા લુણાવાયા ફાયર વિભાગમાં જાણ કરતા ફાયરની ટીમ ધટના સ્થળે આવી પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ધટનામાં જનરેટર મિલ્ક મશીન, દુધ ઠંડુ કરવાનુ મશીન બળીને ખાખ થઈ જવા પામ્યુ હતુ. અને મોટા પાયે ડેરીમાં નુકસાન થવા પામ્યુ હતુ. જે અંગે ડેરીના સેક્રેટરી નવીનભાઈ એચ.પટેલને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે અંદાજિત દસ લાખ જેટલુ નુકસાન થયેલ છે. અને તાલુકા ઈન્ચાર્જ તેમજ તાલુકા સુપરવાઈઝરને જાણ કરી હતી તેવુ જણાવ્યુ હતુ.