કડાણા,
કડાણા તાલુકાના રીંગણીયા ગ્રામ પંચાયતના તત્કાલીન જાહેર માહિતી અધિકારી તલાટી કમ મંત્રી દ્વારા અરજદારને જાહેર માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત માહિતી પુરી નહી પાડવામાં આવતાં રાજ્ય માહિતી આયોગ દ્વારા રીંગણીયાના તત્કાલીન તલાટી કમ મંત્રીને 5,000/-રૂપીયાનો દંડ ફટકારવામાં આવ્યો.
વિસ્તૃત વિગતો મુજબ કડાણા તાલુકાના રીંગણીયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને જાહેર માહિતી અધિકારી બી.એન.બારીયાના સમયગાળામાં 9/8/2021ના રોજ અરજદારે પ્રભુદાસ માવાભાઈ પટેલ અને મુળજીભાઈ માવાભાઈ પટેલ કયા સર્વે નંબરમાં મકાન બનાવેલ છે. તેના 7/12 અને 8-અ અને 6 ના નમુના મકાન બાંધકામની અરજી પંચાયતે બાંધકામ માટે આપેલ પરવાનગીની નકલ આ સંદર્ભના ઠરાવ, એજન્ડા, પ્રોસીંડીગ ઉમરીયા ગામનો નકશો ગામતળ, ગૌચર, સરકારી ખરાબાવાળી જમીનના સર્વે નંબર સહિતની વિગતોની માંગણી કરેલ હતી. તે માહિતી સમય મર્યાદામાં તલાટી દ્વારા પુરી નહિ પાડવામાં આવતાં પ્રથમ અધિકારી અપીલ કરતાં સત્તાધિકારીએ નિર્ણય નહિ લેતાં અરજદારે નારાજ થઈ 29/1/22ના રોજ આયોગમાં અરજી કરી હતી. જે અન્વયે અપીલ રીઓપન કરવામાં આવેલ અને 27 જુલાઈ 2022ના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમની સુનાવણી હાથ ધરવામાં અને માહિતી પુરી પાડવા આદેશ કરવામાં આવ્યો. જેની સાથે 10/2/2022ના રોજ 42 પાનાની માહિતી તલાટી કમ મંત્રી રીંગણીયા દ્વારા અરજદારને મોકલી આપવામાં આવી. જેના અરજદારે માહિતી આયોગને જાણ કરતાં રાજ્ય માહિતી અધિકારી દ્વારા કડાણા તાલુકાના રીંગણીયા પંચાયતના તત્કાલીન તલાટી બી.એન.ભલાણીયા (હાલ. કોળી, પંચાયત, સંતરામપુર)ને માહિતી અધિકારી અધિનિયમ અંતર્ગત 5,000/-રૂપીયાનો દંડ ફટકારવામાંં આવ્યો.