મલેકપુર,મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના નાના ભાગલીયા ગામે નવયુગની ગીતાવાણી શ્રીમદ્દ ભાગવત કથાનો શુભારંભ થયો. વડોદરાના કથાકાર કિર્તીબેન દેસાઈએ કથાનું રસપાન કરાવ્યું હતું
તાલુકા ગાયત્રી પરિવાર સંગઠન કડાણા દ્વારા આયોજીત અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર એવા નાના ભાગલીયા મુકામે શ્રીમદ ભાગવત કથાનો આજે સંગીતમય સુરાવલી વચ્ચે શાનદાર શુભારંભ થયો.
નાના ભાગલીયા ગામ કડાણા તાલુકાના મહીસાગરના કિનારે કુદરતી સૌંદર્ય ધરાવતું યુગ નિર્માણ ગાયત્રી પરિવારનું આદર્શ ગામ છે. આ ગામના લક્ષ્મણભાઈ રામાભાઇ માલીવાડ પોતાના સ્વર્ગસ્થ માતા કાળીબેનની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન વડોદરાના કથાકાર પ્રજ્ઞા પુત્રી કિર્તીબેન દેસાઈના માધ્યમથી તારીખ 19/3/ 20124 થી તારીખ 23/3/2024 દરમિયાન આયોજન રાખવામાં આવેલ છે.
પ્રથમ દિવસે કથા ના પ્રારંભિક લક્ષ્મણભાઈ અને તેજલબેન માલીવાડ દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી. દેવપૂજન પંચમહાલ ઉપજોન પ્રભારી રામજીભાઈ ગરાસીયા, મહીસાગર જીલ્લા સંયોજક જેઠાભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. કળશ પૂજન તેમજ પોથી પૂજન કરવામાં આવ્યું. પધારેલ મહાનુભવો દ્વારા કથાકાર તથા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું. કથાના પ્રારંભે ઉપજોન પ્રભારી રામજીભાઈએ કથા માટે રસપાન કરી પોતાના જીવનને ધન્ય બનાવવા આશીર્વાદ પાઠવ્યા હતા. આમ, કાર્યક્રમનો સંચાલન નરવતભાઈ માલીવાડ દ્વારા કરવામાં આવ્યું.