મહીસાગર જીલ્લામાં કડાણા તાલુકાના લીમપુર ગામે કેવડા ત્રીજ વ્રતનો પારંપરિક રીતે પૂજન અર્ચનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા સુદ ત્રીજને શુક્રવાર તારીખ 06/09/24 નારોજ શ્રી ગણેશજી, મહાદેવજી અને પાર્વતી માતાની પૂજા અર્ચના ભરતભાઈ એ. પંડ્યા દ્વારા શાસ્ત્રોકત મંત્રોચ્ચારથી કરવામાં આવેલ હતી. ગામની 18 બહેનો દ્વારા વ્રત નિમિત્તે પૂજન અર્ચન કરી 1008 પરણો ચઢાવી તેમજ કેવડો સુધી આખો દિવસ ઉપવાસી રહી પોતાના પતિના લાંબા આયુષ્ય તેમ જ સ્વાસ્થ્ય સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવે છે. પૂજાના અંતે થાળ આરતી કરી ભૂદેવના આશીર્વાદ લઈ વ્રત સમાપ્ત કરી બહેનો ધન્યતા અનુભવે છે. આખી રાત ભજન કીર્તન, જાગરણ કરી બીજા દિવસે પારણા કરી વ્રત સમાપ્ત કરવામાં આવે છે.