
કડાણા, મહિસાગર જીલ્લાના કડાણા તાલુકાના ધોડીયાર અને નિંદકા ઉત્તર પ્રાથમિક શાળામાં ચણાની દાળમાં જીવાત જોવા મળી. સંચાલકો જીવાતવાળા અનાજને ધોઈને બાળકોને ખવડાવવા મજબુર બન્યા.
મહિસાગર જીલ્લાના કડાણા તાલુકાના ધોડીયાર અને નિંદકા ઉત્તર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પોષણયુકત ખોરાક મળી રહે તે માટે સપ્તાહમાં બે દિવસ કઠોડ આપવાની વ્યવસ્થા છે. આ બન્ને શાળાઓમાં પુરવઠા વિભાગ માંથી આપવામાં આવતાં ચણાની દાળના જથ્થો જીવાતવાળા હોય જેને લઈ આ જીવાતવાળા અનાજને સાફ કરી ધોઈને બાળકોને ખવડાવવા માટે સંચાલકો મજબુર બન્યા છે. મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા અનેકવખત મૌખિક રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ નથી. મહિસાગર જીલ્લામાં કયાં સુધી પોષણયુકત આહારના નામે જીવાતવાળું અનાજ આપવામાં આવશે.