કડાણાના સંઘરી પંચાયતના સરપંચ-તલાટી અને એસ.ઓ.દ્વારા વિકાસલક્ષી યોજનાઓમાં ભ્રષ્ટાચાર કરતા સરપંચ વિરુદ્ધ અવિશ્ર્વાસની દરખાસ્ત લવાઈ

દિવડાકોલોની,
કડાણા તાલુકાની સંઘરી ગ્રામ પંચાયતમાં સરપંચ-તલાટી તેમજ એસ.ઓ.દ્વારા સરકારી વિવિધ વિકાસલક્ષી યોજનાઓ પેટે કામોમાં લાખો રૂપિયાની ગેરરિતી આચરી ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો સાથે ૨ વર્ષમાં સભ્યોને વિશ્ર્વાસમાં લીધા વિના ૧૪માં નાણાંપચંનો ગેરવહીવટ કરાતા સભ્યો દ્વારા અવિશ્ર્વાસનો પ્રસ્તાવ રજુ કરાયો હતો.

કડાણા તાલુકા પંચાયત હસ્તકની સંઘરી ગ્રામ પંચાયતમાં તલાટી સરપંચ અને બાંધકામ શાખાના અ.મ.ઈ.(એસ.ઓ.)દ્વારા સુજબુવ દાખવી સરકારની વિવિધ યોજનાઓમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનુ પંચાયતના ડે.સરપંચ તેમજ સભ્યો દ્વારા ઘ્યાને આવતા સરપંચ વિરુદ્ધ અવિશ્ર્વાસનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. સંઘરી ગ્રામ પંચાયતમાં મનરેગા, એ.ટી.વી.ટી., ૧૪માં નાણાંપંચ, એમ.પી.એમ.એલ.એ જોગવાઈ જેવી વિવિધ યોજનાઓ પેટે સરકાર દ્વારા વિકાસના કામો માટે લાખો રૂપિયા ફાળવાયા હતા. બે વર્ષમાં ૧૪માં નાણાંપંચમાં સભ્યોને વિશ્ર્વાસમાં લીધા વગર મનસ્વી રીતે વહીવટ કરાતા ૮ સભ્યો દ્વારા સરપંચ વિરુદ્ધ અવિશ્ર્વાસ પ્રસ્તાવ રજુ કરાયો હતો.