કડાણા, કડાણા ગ્રામ પંચાયતમાં જોવા મળી છે જેમાં પંચાયતના સરપંચે નાણાં ઉપાડ્યાના 6 મહિના પછી યોજનાનુ કામ કરતા ગામમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો છે.
કડાણા ગામે બાહમણ ફળિયામાં સરકારની 15માં નાણાં5ંચ યોજનામાં રૂ.50 હજારના બોર મોટરનુ કામ મંજુર થયુ હતુ. જેમાં કડાણા સરપંચ અને તેના સાગરિતોએ ગત નવે-2022માં રૂ.48,242 કામ કર્યા વિના બારોબાર રવિ બોરવેલ એન્ડ મશીનરીના ખાતામાં જમાં કરવામાં આવ્યા હતા. જેની જાણ કડાણાના જાગૃત રહિશને થતાં જેની તપાસ કરતા બાહમણ ફળિયામાં બોર-મોટરનુ કામ થયેલ નથી. જયારે ગ્રામ પંચાયતના ખાતામાંથી 6 મહિના પહેલા સરપંચે પૈસા ઉપાડી લીધેલ હોવાનુ સ્પષ્ટ જણાતા કડાણા વિસ્તારમાં ચર્ચાનો વિષય બનવા પામેલ હતો.કડાણા સરપંચ્ ઉપર દબાણ વધતા નાછુટકે 19મીએ સરપંચે તાબડતોડ બોરની ગાડી બોલાવી ફળિયામાં બોર કરી આપેલ છે કહેવાય છે કે, કંકાસમાં થયેલ કામમાં કંઈ ભલેવાર ન આવે તેમ રહિશોના જણાવ્યા પ્રમાણે 200 ફુટ બોર કર્યા બાદ પણ પાણી આવેલ નથી જે અલગ બાબત છે. નોંધનીય છે કે, સ્થળ ચકાસણી કર્યા વિના બોર-મોટરના બિલના નાણાં મંજુર કરનાર કડાણા તાલુકા પંચાયતના અમલીકરણ અધિકારી સામે પણ અનેક સવાલો ઉભા થયેલ છે.