કડાણાના રીંગણીયા પંચાયતમાં સમય મર્યાદામાં માહિતી પુરી ન પાડતા તલાટીને 5 હજારનો દંડ ફટકારતુ આયોગ

દિવડાકોલોની,

રીગણીયા પંચાયતમાં અરજદારને સમયમર્યાદામાં માહિતી/નિર્ણય ન આપતા તા.29 સપ્ટે.2021ના રોજ પ્રથમ અપીલ સત્તાધિકારીને માહિતી અધિકારની કલમ હેઠળ ડાહ્યાભાઈ પટેલે પ્રભુદાસ પટેલ અને મુળજીભાઈ પટેલે કયા સર્વે નંબરમાં મકાન બનાવેલ છે. તેની પરવાનગીના આધાર પુરાવાની માંગણી કરી હતી. તેનો નિર્ણય ન કરતા આયોગમાં બીજી અપીલ કરી હતી. આયોગે હુકમ કરી સત્તાધિકારીને પ્રથમ અપીલનો દિન-30માં નિર્ણય કરવા જણાવેલ હતુ. પ્રથમ અપીલનો કોઈ નિર્ણય ન કરતા પુન: બીજી અરજી કરી હતી. જેની સુનાવણી દરમિયાન જરૂરી નિર્ણય કરવા પ્રથમ અપીલ અધિકારી અને ટીડીઓને આદેશ કર્યો હતો. જાહેર માહિતી અધિકારી અને રીગણીયા ગ્રામ પંચાયતના તત્કાલિન તલાટી બી.એન.બારીયા (હાલ ડોળી પંચાયતમાં ફરજ બજાવતા)ને પ્રથમ દ્રષ્ટિએ જવાબદાર ગણી માહિતી અધિકાર અધિનિયમની કલમ હેઠળ રૂ.5000 નો દંડ કર્યો હતો. છતાં માહિતી પુરી પાડી ન હતી.