- મહિલા તલાટી ગ્રામજનો સાથે વાણી વિલાસ કરતાં વિડીયો વાયરલ થયો.
કડાણા,
કડાણા તાલુકાના માલવણ ગામે ગ્રામસભામાં ઠરાવ બુક હાજર ન હોવાને લઈ ગ્રામજનો અને તલાટી વચ્ચે ધર્ષણ થયું હતું. તેમાં પણ ગ્રામસભામાં અધિકારી ગેરહાજર રહેતા ગ્રામસભા રદ કરવામાં આવી.
કડાણા તાલુકાના માલવણ ગામ ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હોય તેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર હતા. ત્યારે ઠરાવ બુક હાજર ન હોવાને લઈ ગ્રામજનો અને તલાટી વચ્ચે ધર્ષણ સર્જાયું હતું. તલાટી ઠરાવ બુક નથી. તેમ જણાવતાં તું…તું.. મેં….મેંના દ્દશ્યો સર્જાયા હતા. પંચાયતના મહિલા તલાટી ગ્રામજનોની હાજરીમાં અસભ્ય વર્તન અને વાણી વિલાસ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. તેમાં પણ માલવણ ગામની ગ્રામસભામાં નિમણૂંક થયેલ અધિકારી ગેરહાજર રહેતા ગ્રામસભા રદ કરવામાં આવી હતી. માલવણ પંચાયતના મહિલા તલાટી ગ્રામસભામાં ગ્રામજનો સાથે ધર્ષણમાં ઉર્તાયાનો વિડીયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે.