કડાણા,Helps faundation અને કડવા પાટીદાર મહિલા પરિવાર ટ્રસ્ટના સહયોગ અને મદદથી આજે મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના કુરેટા અને કુરેટા વર્ગ-2 શાળાના તમામ 300 ભુલકાંઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું. જેમાં Helps faundation માંથી દિપકભાઈ આઇ. પરમાર (પે સેન્ટર આચાર્ય કુમાર શાળા નં-1, વિરમગામ) વિનોદભાઈ રાઠોડ (અનમોલ સ્પેશિયલ સ્કૂલ આચાર્ય બરોડા), મનોજભાઈ ડામોર (માજી તાલુકા સદસ્ય), રાહુલભાઇ ડી. પરમાર (તતફ) અને બંને શાળાના સ્ટાફ પરિવાર અને ભૂલકાઓ દ્વારા બંને ટ્રસ્ટનો સહૃદય આભાર વ્યક્ત કર્યો.