કડાણાના જુના માળ ગામે પંચાયત કચેરી સામે ચુંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

દિવડાકોલોની, ગુજરાત લોકસભા ચુંટણીમાં મતદારો માટે જાણે મોકાનો સમય હોય તેમ નારાજગી વ્યકત કરવામાં આવી રહી છે. સામાન્ય દિવસોમાં કરેલી રજુઆત અને હાલમાં વ્યકત કરેલી નારાજગી વચ્ચે ધણુ અંતર છે.

કડાણા તાલુકાના જુનામાળ ગ્રામજનો દ્વારા મતદાનનો વિરોધ કરીને મતદારોએ પોતાનો રોષ વ્યકત કર્યો છે. સ્થાનિક નેતાઓ પર આકરા થયેલા લોકોએ મતદાન ન કરવાનો નિર્ણય કરી તેના બેનર પંચાયત કચેરીએ લગાવી દીધા છે. અહિં બહિષ્કાર કરનારા લોકો દ્વારા જે મુદ્દાઓ મામલે મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે તે મુદ્દો જોતા લાગે કે આટલી પાયાની જરૂરિયાતો નેતાઓ પુરી ન કરી શકયા તો નેતાઓને શરમ આવવી જોઈએ. હાલના ચુંટણીના સમયે જયાં નેતાઓના લોકોના ટેકાની જરૂર હોય ત્યાં નેતાને પરસેવો છોડાવી દેવા જેવા બનાવો પણ બને છે. કડાણા તાલુકાના જુના માળ વિસ્તારમાં પાણી જેવી સુવિધાઓને લઈ મતદાતાઓ નારાજય થયા છે. સ્વભાવિક રીતે આ માંગણીઓ જે મતદાતાઓ કરી રહ્યા છે તે આઝાદીના આટલા વર્ષો પછી પણ હાલ મતદાતાઓને પાણી જેવા મુદ્દાઓ પર મતદાનનો બહિષ્કાર કરવામાં આવે તો કેટલુ સહન થાય તેમ છે. હાલ કડાણા તાલુકાના ક્ષત્રિયો દ્વારા ભાજપ વિરોધ બેનરો લાગી રહ્યા છે. જુના માળ ગામમાં પાણીની સમસ્યાને લઈ ચુંટણી બહિષ્કારના બેનર નેતાઓ અને અધિકારીઓને દોડતા કરી દેશે તેવુ લાગી રહ્યુ છે.