કડાણાના ધાસવાડા ગામેથી ડીગ્રી વગરના ઝોલાછાપ તબીબને 32 હજારની એલોપેથીક દવા સાથે ઝડપ્યો

કડાણા, કડાણા તાલુકાના ધાસવાડા ગામે ડીગ્રી વગરનો ઝોલાછાપ તબીબ દર્દીઓની એલોપેથીક દવા સારવાર કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોય તે સ્થળે એસ.ઓ.જી.પોલીસે મેડીકલ ઓફિસર સાથે મળી રેઈડ કરી ઝોલાછાપ તબીબને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ કડાણા તાલુકાના ધાસવાડા ગામે ડામર ફળીયાના એક મકાનમાં ડીગ્રી વગરનો ઝોલાછાપ તબીબ ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોય અને એલોપેથીક સારવાર કરતો હોય તેવી બાતમીના આધારે મહિસાગર એસ.ઓ.જી.પોલીસ દ્વારા મેડીકલ ઓફિસર ફાર્માસીસ્ટ સાથે રેઈડ કરી હતી અને ઝોલાછાપ ડીગ્રી વગરના તબીબના કલીનીક માંથી 35,562/-રૂપીયાની એલોપેથીક દવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે ડીટવાસ પોલીસ મથકે બોગસ તબીબ વિરૂદ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીસ એકટ હેઠળ ગુનો નોંંધાવામાંં આવ્યો.