દિવડાકોલોની,કડાણાના ધરોળા ગામે દબાણ દુર કરવા મામલે મામલતદારે નોટિસ આપ્યા બાદ ગામના બે વ્યકિતઓ દબાણ મુદ્દે સામાસામે આવી ગયા છે. એક ગ્રામજને દબાણ દુર કરવામાં આવશે તો આત્મવિલોપન કરવાનો ધમકી આપીને રજુઆત કરી હતી. તો બીજી બાજુ ગામના અન્ય વ્યકિતએ દબાણ દુર નહિ થાય તો આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારતા તંત્ર મુંઝવણમાં મુકાઈ ગયુ છે. મામલતદાર દ્વારા 18 એપ્રિલના રોજ દબાણ દુર કરવા નોટિસ આપવામાં આવી છે. ત્યારે ગામના બે વ્યકિતઓ દ્વારા દબાણને લઈને સામસામે આત્મવિલોપનની ચિમકી અપાતા મામલો થાળે પાડવા મામલતદાર દ્વારા પોલીસની મદદ લઈને બે પક્ષે સમાધાન કરીને વચ્ચેનો રસ્તો હલ કરીને ગામના દબાણ દુર કરવામાં આવે તે દિશામાં પહેલ ચાલુ કરી હતી.