કડાણાના આકલીયા અને જુના આંકલીયાના 195.92 લાખના બનનાર રસ્તાનું શિક્ષણમંત્રીના હસ્તે ખાતમૂર્હુત

મલેકપુર,કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રો. ડો. કુબેરભાઈ ડિંડોર કડાણા તાલુકાના આકલીયા અને જુના આકલીયા ગામ ખાતે મેઇન રોડથી આંકલીયા ડેરી થઈ આંકલીયા પ્રાથમિક શાળા સુધી તેમજ જુના આંકલીયા પ્રાથમિક શાળાથી ખાંટ રાત બપુડા ફ. રસ્તાના અંદાજીત રકમ રૂ. 195.92 લાખના ખર્ચે નિર્માણ થનાર 4.5 કિ.મી લંબાઈનાં રસ્તાનું ખાતમુહૂર્ત તેમજ જંગી જાહેર સભાને સંબોધન કર્યું.

આ તકે દાહોદના સાંસદ જશવંતસિંહજી ભાભોર, જીલ્લા સંગઠન પ્રમુખ દશરથભાઈ બારીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ, બાબુભાઇ પટેલ, જીલ્લા ઉપ પ્રમુખ, જીલ્લા મહામંત્રી સહીત,પાર્ટીના પદાધિકારીઓ સ્થાનિક આગેવાનો સંબંધિત અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા