મલેકપુર, કડાણા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી ઉપર બુધવારની સાંજે કડાણા ગામના યુવક દ્રારા માર મારી કરી હોવાની ઘટનામાં જીલ્લા કલેક્ટરને મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા આરોપી સામે કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જયારે આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
કડાણા મામલતદાર કચેરી ખાતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા વિજયભાઈ પરમાર કડાણાગામ રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવે છે. બે મહીના અગાઉ ગામના શૈલેષભાઇ રાજપુતનું જમીનમાં નામ દાખલ કરવા વારસાઈ સબધિત કામગીરી કરી હતી. આ જમીનમાં હુમલો કરનાર ભરતભાઈ લક્ષ્મણભાઇ હજુરીનું પણ નામ હોય ત્યારે આ બાબતે ભરતભાઈ હજુરીએ જમીનમાં શૈલેષભાઇ રાજપૂતનું નામ કઇરીતે દાખલ કર્યું, તે અંગે માહિતી માંગી હતી. તેમજ આ સંદર્ભે વાંધા અરજી કરી હતી. જે અરજી મામલતદાર કડાણા દ્વારા રદ કરવામાં આવી હતી. ત્યારે વરસાઈની કામગીરી રેવન્યુ તલાટી દ્વારા ખોટી રીતે કરવામાં આવી હોવાની અદાવતમાં આરોપી ભરત હજુરી તલાટી પ્રત્યે રોષે ભરાતા ગત બુધવારે સાંજે જયારે તલાટી વિજયભાઈ પરમાર દીવડા કોલોની બહારની ચોકડી ઉપર ઓફિસ કામના કાગળ ઝેરોક્ષ કરાવી નીકળતા અચાનક ભરત હજુરીએ બુમ પાડી ઉભા રાખ્યા હતા. ત્યારે તલાટી ભરતભાઈ કોઈ કામ માટે બોલાવે એવુ સમજી નજીક જતા અચાનક લાફો જીક્યો હતો અને મારામારી કરતા તલાટીને ગંભીર ઈઝા પહોંચી હતી અને આરોપી દ્વારા ત્યારબાદ પાવડો લઈ હુમલો કરતા આસપાસના લોકો ભેગા થઈ તલાટીને છોડાવવામાં આવ્યા હતા. આ હુમલામાં તલાટી વિજયભાઈ પરમારને વધુ ઈઝા પહોંચતા લુણાવાડા વિનાયક હોસ્પિટલ મા દખલ કરવામાં આવ્યા છે. ત્યારે મામલતદાર કચેરીના કર્મચારી ઉપર થયેલ હુમલામાં કચેરીના કર્મચારીઓ દ્વારા જીલ્લા કલેક્ટરને આરોપી વિરૂદ્ધ કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જયારે હુમલામાં ઘાયલ તલાટી વિજયભાઈ પરમાર દ્વારા કડાણા પોલીસ સ્ટેશન ખાતે ભરત હજુરી સામે જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.