કડાણા તાલુકાના આંકલીયા ગામની દુકાન સીલ કરતુ વહીવટી તંત્ર

લુણાવાડા,
હાલમાં વિશ્ર્વભરમાં નોવેલ કોરોના વાઇરસ ને વૈશ્ર્વિક મહામારી જાહેર કરેલ હોય જે અનુસંધાને નોવેલ કોરોના વાઇરસ ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગ રૂપે લોકોની અવર – જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સા‚ જિલ્લા કલેક્ટર તેમજ ગુજરાત સરકાર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય જેમાં સરકારના આરોગ્ય વિભાગની ગાઇડ લાઇન મુજબ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા સારૂ જનહીતમાં કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન અને મામલતદાર કડાણા દ્વારા આંકલીયા ગામે તળાવ ફળીયામાં કાપડની દુકાને જઇ ચેક કરતા દુકાન માલીકનો તા.૧૭/૦૪/૨૦૨૧ ના રોજ પોઝેટીવ આવેલ હતો. તેને હોમ કવોરન્ટાઇન કરેલ હોવા છતાં પોતાની દુકાન ચાલુ રાખી વેપાર કરતા હતા. નાગરીકોને તેની જાણ નહોતી કે દુકાનદાર પોઝેટીવ છે. આમ પોતે હાલમાં ચાલી રહેલ નોવેલ કોરોના વાઇરસનો ચેપ ફેલાતો હોવાનું જાણતા હોવા છતાં પોતાની દુકાન ચાલુ રાખેલ હોય દુકાન ચાલુ રાખવા બાબતે પુછતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહીં. જેથી આ બાબતે વિગતવારનું પંચનામું કરવામાં આવેલ છે.

જેથી દુકાન માલીકે હાલમાં વિશ્ર્વભરમાં નોવેલ કોરોના વાઇરસને વૈશ્ર્વિક મહામારી જાહેર કરેલ હોવાનું જાણતા હોવા છતા અને લોકોમાં નોવેલ કોરોના વાઇરસ ઈઘટઈંઉ – ૧૯ નો ચેપ ફેલાવાનો સંભવ હોવાનું જાણતા હોવાં છતાં અને પોઝેટીવ હોઇ તેમ છતાં પોતાની દુકાન ખુલ્લી રાખી વેપાર કરતા મળી આવેલ હતા. તેઓના વિરૂધ્ધમાં ઇ.પી.કો.કલમ ૨૬૯,૨૭૦ તથા ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૩ ની કલમ ૩ (૧) મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. તેમ પોલીસ સબ ઇન્સપેકટર ડીટવાસ દ્વારા જણાવાયું છે.