ગુજરાતમા ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા મહિસાગર જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.શનિવાર મોડી સાંજથી વરસાદની શરુઆત થઈ હતી.જીલ્લાના આવેલા તમામ તાલુકાઓ લુણાવાડા , ખાનપુર સંતરામપુર, કડાણા વીરપુર , બાલાસિનોર તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે.
મહિસાગર જીલ્લાની જીવાદોરી સમાન એવા કડાણાડેમ માં ઉપરવાસ માંથીભારે પાણીની આવકના પગલે મહીસાગર નદીમાં પાણી છોડવામા આવી રહ્યુ છે.ડેમમાંથી 1,39,889 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાતા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.જીલ્લા તંત્ર દ્વારા મહિસાગર નદી કાંઠે આવેલા ગામડાઓને એલર્ટ કરવામા આવ્યા છે.જીલ્લામા આવેલા હાડોદ અને ઘોડીયાર ડુંબક બ્રિજ પર પાણી ફરી વળ્યા છે.જેના કારણે લુણાવાડા- અમદાવાદ હાઇવે ઉપર આવેલ હાડોદ બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામા આવ્યો છે.કડાણાડેમની
હાલની સપાટી 416 ફૂટ 10 ઇંચ છે ડેમની કુલ સપાટી 419 ફૂટછે.ડેમમાં હાલમાં 90469 ક્યુસેક પાણીની આવક અને 139880 ક્યુસેક પાણીની જાવક છે.કડાણાડેમના ડેમના 10 ગેટ ખોલવામાં આવ્યા છેા જેમાં 4 ગેટ 9ફૂટ અને 6 ગેટ 6 ફૂટ સુધી ખોલવામા આવ્યા છે.હાલમા ચાર યુનિટ કાર્યરત છે.મહિસાગર જીલ્લામાં પડેલા વરસાદી આંકડાની વિગતો નીચે પ્રમાણે છે.
- કડાણા: 19 મી.મી
- ખાનપુર: 14 મી.મી
- સંતરામપુર: 11 મી.મી
- બાલાસિનોર: 10 મી.મી
- લુણાવાડા: 08 મી.મી
- વીરપુર: 05 મી.મી