મલેકપુર,ઉનાળામાં મહિસાગર જિલ્લાવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. કડાણા ડેમમાંથી પંચમહાલ-મહિસાગરના 156 ગામ સાથે દાહોદ શહેરને રોજીંદુ પીવાનુ પાણી આપવામાં આવી રહ્યુ છે. તેમજ 150 તળાવો પાણીથી ભરી દેવામાં આવ્યા છે. સાથે બે કેનાલો મારફતે સિંચાઈનુ પાણી આપવામાં આવી રહ્યુ છે. તેમ છતાં પણ આગામી 31 જુલાઈ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો કડાણા ડેમમાં ઉપ્લબ્ધ છે.કડાણા ડેમ સિંચાઈ વિભાગના ડે.ઈજનેર રવિ માલ દ્વારા જણાવ્યુ છે કે, ચોમાસ સુધી પીવાના પાણીનો જથ્થો અનામત રાખી ખેડુતોને તબકકાવાર સિંચાઈનુ પાણી આપવામાં જેથી આખા ઉનાળામાં ખેડુતોએ સિંચાઈ અને લોકોએ પાણી માટે વલખા મારવા ન પડે. મહિસાગર જિલ્લાના કડાણા ડેમમાં હાલ 44 ટકા પાણીનો જથ્થો ઉપ્લબ્ધ છે. પાછલા બે દિવસમાં ડેમ કેચમેન્ટ વિસ્તારમાં થયેલ માવઠાથી ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો. ડેમમાં 340 કયુસેક પાણીની આવસ સાથે ડેમની સપાટી 392 ફુટ જોવા મળી રહી છે. જયારે ડેમમાંથી 330 કયુસેક પાણી ડાબા કાંઠા અને જમણા કાંઠા કેનાલ મારફતે સિંચાઈ માટે છોડવામાં આવી રહ્યુ છે. ચાલુ વર્ષે કડાણા ડેમ સત્તાધિશ દ્વારા પીવાના પાણીનો જથ્થો અનામત રાખી આ ઉનાળામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આયોજનબદ્ધ પાણી આપવામાં આવશે. સંતરામપુર, કડાણા અને લુણાવાડાના 61, ખાનપુર તાલુકાના 25 તેમજ મોરલનાકાના 15 જેટલા તળાવો પાણીથી ભરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત 156 ગામો સહિત દાહોદ શહેરને રોજીંદુ પીવાનુ પુરૂ પાડવામાં આવે છે.