રાજ્યના ત્રીજા નંબરના કડાણા ડેમમાં માત્ર 4 ફૂટ પાણી સિંચાઈ માટે બચ્યું છે. ત્યારબાદ માત્ર પીવા માટેનુ પાણી અનામત રહેશે, જેમાં માત્ર 4 ફુટ સુધી પાણી મુખ્ય ગેટ મારફતે છોડી શકાશે. ત્યારબાદ 24 વર્ષ પેહલા ખોલવામાં આવેલા ઉઙઘ ગેટ મારફતે પીવાનું પાણી પૂરૂં પાડવામાં આવશે ડેમ હાલ તળિયા ઝાટક થવાની આરે છે. એક તરફ ધરતીનો તાત ઓછા વરસાદથી પાક નિષ્ફળ જવાની ભીતિમાં છે, તો બીજી તરફ કડાણા ડેમ આધારિત સિંચાઇના પાણીની તંગી સર્જાઈ શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.
કડાણા ડેમમા હાલ 30% ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, છતાંય ડેમ માંથી 5000 ક્યુસેક પાણી ખેડાની માંગ સંતોષવા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે દર 3 કલાકે 1 ઈંચ સપાટી મા ઘટાડો નોંધાય રહ્યો છે. હાલ ડેમની સપાટી 378 ફુટ છે, આ જ પ્રમાણે ડેમ માંથી પાણી છોડવામાં આવશે તો આગામી 10 દિવસ બાદ મહીસાગરવાસીઓને મળતું સિંચાઈનું પાણી આપોઆપ બંધ થઇ જશે અને ત્યારબાદ માત્ર પીવાનું પાણી ડેમમાં બચશે, જે લોકો સુધી પહોચાડવા માત્ર એક વિકલ્પ ડેમની નીચે રહેલા ઉઙઘ (બાયપાસ) ગેટ ખોલી પીવાનું પાણી પુરૂ પાડવામાં આવશે. આ ઉઙઘ ગેટ મારફતે માત્ર 156 ગામ સુધી પાણી પહોંચશે.