રાતની રોશનીથી ઝળહળી ઊઠ્યો : રાજસ્થાનમાં સતત વરસાદને કારણે કડાણા ડેમ છલકાયો

મહીસાગરનો કડાણા ડેમ છલકાઇ ગયો. રાજસ્થાન અને કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદના કારણે ડેમમા એક સપ્તાહથી સતત પાણીની આવક વધી રહી છે. ઓકટોબરના ડેમની મહત્તમ સપાટી તેના રૂલ લેવલ પ્રમાણે 419 ફુટ રાખવાની હોવાથી તંત્ર દ્વારા 1.31 લાખ કયુસેક પાણી સતત મહી નદીમા સવારથી છોડવામાં આવી રહ્યું છે. સોમવારે રાત સુઘી ડેમની સપાટી 418.3 ફુટ ભયજનક સ્તરે પહોંચી છે .

ભાદરવામાં વરસાદ મન મૂકીને વરસતા સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ શેત્રુંજી ડેમ રવિવારે રાત્રે ઓવરફ્લો થઇ ગયો. જેથી 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા. ડેમ બંધાયો ત્યારથી છેલ્લા 43 વર્ષમાં 10 વખત અને છેલ્લાં 22 વર્ષમાં 13 વખત ડેમ છલકાયો છે. ડેમ 100% ભરાઇ ગયેલ છે. શેત્રુંજી ડેમ 35,750 હેકટર જમીન અને જિલ્લાની 28 લાખની વસ્તી માટે પાક અને પાણી પ્રશ્ને જીવાદોરી સમો છે.