કડાણા,કડાણા તાલુકાના ડીટવાસમાં આદિવાસી વર્ષોથી ખેડાણ કરતા હોય તેની જમીન બળજબરી છીનવી લેવામાં આવી હોય હાઈકોર્ટ દ્વારા આદિવાસી ખાતેદારોને સાંભળવા આદેશ કર્યો હોવા છતાં જીલ્લા કલેકટર આવા આદેશ થતાં કાર્યવાહી નહી કરતાં સી.એચ.સી.સેન્ટરના બાંધકામનો વિરોધ કરતા 30 આદિવાસીઓની ડીટવાસ પોલીસ દ્વારા અટકાયત કરાઈ.
કડાણા તાલુકાના ડીટવાસમાં સેંકડો વર્ષોથી આદિવાસી ખેડુતો ખેતી કરતા હોય તેવવી ખેડાણવાળી જમીન બળજબરી પૂર્વક સરકારે છીનવી લીધી હતા અને આ જમીન સી.એચ.સી.સેન્ટરના બાંધકામ માટે સોંપવામાં આવી હતી. જેને લઈ 17 જેટલા આદિવાસી ખેડુત ખાતેદારો દ્વારા ત્રણ વર્ષથી રજુઆતો કરતા હોય પરંતુ આદિવાસી ખેડુતોની વાત સાંભળવા માટે અધિકારીઓ તૈયાર ન હોય ગ્રામ પંચાયતે ઠરાવ કરી જમીન અન્ય જગ્યાએ ફાળવી હોવા છતાંય ગ્રામ પંચાયતને સાંભળવા તૈયાર ન હોય ખેડુતો દ્વારા હાઈકોર્ટમાં પહોંચતા હાઈકોર્ટ દ્વારા અગાઉના કલેકટરને છીનવી લેવાય જમીનના હુકમ રદ કરી ખેડુત ખાતેદારોને સાંભળવા આવ્યો હતો. તેમ છતાં ખેડુતોની વાત સાંભળવામાં આવી ન હોય 17 જેટલા ખેડુત ખાતેદારો અને તેમના કુટુંબીજનો સી.એચ.સી.સેન્ટરના બાંધકામનો વિરોધ કરતા હોય તેવા 30 જેટલા આદિવાસીઓની ડીટવાસ પોલીસે અટકાયત કરી.