મલેકપુર, કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રો.ડો..કુબેરભાઈ ડિંડોર કડાણા તાલુકાના દધાલિયા ગામે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ની રાષ્ટ્ર પ્રથમની નીતિ થી પ્રેરાઈને આમ આદમી પાર્ટીના 70 થી વધુ કાર્યકરોને રાષ્ટ્રવાદી અને વિકાસલક્ષી વિચારધારા ધરાવતી ભારતીય જનતા પાર્ટીમાં કેસરિયો ખેસ ધારણ કરાવી જોડ્યા.
આ કાર્યક્રમમાં સાથે જીલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ પટેલ.જીલ્લા સંગઠનના ઉપપ્રમુખ ભગવંતસિંહ બાપુ તેમજ અંબાલાલ ભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ મંગુબેન, તાલુકા સંગઠન પ્રમુખ જેન્તીભાઈ પટેલ, તાલુકાના મહામંત્રી કે.પી.ડામોર, પોપટભાઈ, અંધારી થી પર્વતભાઈ ફોજી સરપંચો, સહીત મોટી સંખ્યામાં પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.