મલેકપુર,અત્યારેના જમાનામાં પહેલા જેવું હવે લગ્નનું મહત્વ જોવા મળી રહ્યું નથી. જ્યારે પહેલાના સમયમાં શણગારેલા બળદગાડામાં વરરાજા એક ગામથી બીજે ગામ જાન લઈને પરણવા જતાં હતા. આજે આધુનિક મોંઘી કારથી લઈ હેલીકોપ્ટરમાં વરરાજા પરણવા જાય છે. ત્યારે મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના આકલીયા ગામે એક અનોખા લગ્ન જોવા મળ્યા હતા. જ્યાં આંકલીયા થી જાન જોડીને વરરાજા ગાડામાં બેસીને કડાણા તાલુકાના ભાગલીયા ગામે પરણવા નિકળ્યા હતા. વર્ષો જૂની પરંપરા જીવંત કરવા વરરાજા સહિત જાનૈયાઓ બળદગાડામાં બેસીને નીકળતા લોકોએ જાનને મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી. બળદગાડામાં નિકળેલી જાનમાં ગામ લોકો પણ જોડાયા હતા.