કચ્ચા બદામ ગર્લ અંજલી અરોરાનો એમએમએસ લીક,ફરીયાદ નોંધાવી

મુંબઇ, ફેમસ સોશિયલ મીડિયા સ્ટાર અને ‘કચ્ચા બાદામ ગર્લ’ અંજલી અરોરાએ તેના વાયરલ થયેલા એમએમએસ પર એક્શન લીધું છે. થોડા દિવસો પહેલા અંજલીનો મોર્ફ કરેલો અશ્લિલ વીડિયો વાયરલ થયો હતો જેમાં કોઈના શરીર પર અંજલિનો ચહેરો લગાડવામાં આવ્યો હતો અને તે યૌન ગતિવિધિ કરી રહેલી દેખાતી હતી. તેનો આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો પરંતુ હવે અંજલિએ તેના ડીપફેક વીડિયો પર પોલીસ ફરીયાદ દાખલ કરાવી છે. હકીક્તમાં વીડિયો જ્યારે વાયરલ થયો ત્યારે અંજલિ બીજા એક અગત્યના કામમાં રોકાયેલી હતી તેથી તેને હવે પોલીસ ફરીયાદ કરવાનો ટાઈમ મળ્યો છે.

અંજલીએ ઘણા મીડિયા પોર્ટલ અને યુટ્યુબ ચેનલો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. તેણે વીડિયો શેર કરનારા અનેક પોર્ટલો સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે.પોલીસે હવે આ મામલે સત્તાવાર તપાસ દાખલ કરી છે. અંજલિએ પોતાના વાયરલ વીડિયો પર પોલીસ ફરીયાદ દાખલ કરી છે અને તેનો ડીપફેક વીડિયો ન ફેલાવાની અપીલ કરી છે.

ઓગસ્ટ ૨૦૨૨માં અંજલી અરોરા હોવાનો દાવો કરનાર એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં અંજલિ જેવી લાગતી મહિલા યુવાન સાથે વાંધાજનક હાલતમાં દેખાઈ હતી. જોકે આ વીડિયો મોર્ફ કરેલો નીકળ્યો હતો અને તેના છાપ ખરડવા માટે કરાયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

અંજલી અરોરા ફેમસ સોશિયલ મીડિયા સ્ટાર અને ‘કચ્ચા બાદામ ગર્લ’ છે. અંજલિએ અનેક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે, અને સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ ખૂબ જ સારી છે.