કાચા સોના સમાન વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ: ફતેપુરા તાલુકામાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક.

ફતેપુરા તાલુકામાં વરસાદના લાંબા વિરામ બાદ કાગડોળે રાહ જોવાઈ રહી હતી. આજે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસતા કાચા સોના સમાન વરસાદથી ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ જવા પામી હતી. અચાનક જ ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.

ફતેપુરા તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદની કાગડોળે રાહ જવાઈ રહી હતી સાંજના ત્રણે વાગ્યાની આસપાસ મેઘરાજાની સવારે અચાનક જ આવી પહોંચતા ધોધમાર વરસાદ વરસી ગયો હતો. ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. તાલુકા વાસીઓ છેલ્લા કેટલાય દિવસોથી વરસાદની જા રાહ જોવાઇ રહી હતી. ત્યારે અચાનક જ કાચા સોના સમાન વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો.

અચાનક પડેલા ધોધમાર વરસાદના કારણે ફતેપુરા પોલીસ સ્ટેશન રોડ પર આવેલી ઇઘઇ બેંકની આગળ ઢીંચણ સમા પાણી ભરાઈ જવા પામ્યા હતા, તો ફતેપુરા ઘુઘસ રોડ વિસ્તારમાં પણ પાણીનો મોટા સ્ત્રોતો વહેવા લાગ્યા હતા, તો ફતેપુરા નગરના બલૈયા રોડ વિસ્તારમાં પણ પાણીનો ધોધ વહેવા લાગ્યો હતો. અસહ્ય ઉકલાટ અને બફારા વચ્ચે અચાનક આવી પડેલા વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી. મોટાભાગના ખેડૂતોને ડાંગરના રોપ તૈયાર થઈને ઉભો છે. ત્યારે રોપણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ આનંદ છવાઈ જવા પામ્યો હતો. એક સાથે ધોધમાર વરસાદ વરસતા નદીનાળાઓમાં પણ પાણી વહેવા લાગ્યું હતું.