કબીરધામમાં અકસ્માત માં ૧૫ લોકોના મોત, ડઝનબંધ ઘાયલ થયા

રાંચી, કબીરધામ જિલ્લાના પંડારિયા બ્લોક હેઠળના કુકદુર પોલીસ સ્ટેશન વિસ્તારના બાહપાની ગામમાં આજે બપોરે લગભગ ૧૨ વાગ્યે પીકઅપ વાહન ખાડામાં પડી ગયું હતું. પિકઅપમાં ૩૦થી વધુ લોકો સવાર હતા, જેમાંથી ૧૫ લોકોના મોતના અહેવાલ છે. એક ડઝન લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. કુકદુર પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત માહિતી અનુસાર, પીકઅપમાં બેઠેલા લોકો સેમહારા (કુઇ) ગામના રહેવાસી છે જેઓ તેંદુના પાન તોડવા ગયા હતા.

જે રોડ પર આ અકસ્માત થયો તે રોડ પ્રધાનમંત્રી રોડ હેઠળ આવે છે. તે કુઇ વાયા ન્યુર અને રૂકમીદાદરને જોડે છે. આ પછી મધ્યપદેશ શરૂ થાય છે. ઘટના સ્થળ દૂરના જંગલ અને પહાડી વિસ્તારમાં આવેલું છે. મોબાઈલ નેટવર્ક પણ અહીં કામ કરતું નથી.

એસપી અભિષેક પલ્લવે જણાવ્યું હતું કે કુકદુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બાહપાની ગામ પાસે પિકઅપ ખાડામાં પડી હતી. પીકઅપમાં ૨૫ જેટલા લોકો હતા જેઓ તેંદુના પાન તોડવા ગયા હતા. આ અકસ્માત થયો ત્યારે બધા પાછા ફરી રહ્યા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે.