
ગોધરા,ગોધરા તાલુકાના કબીરપુર પ્રાથમિક શાળા ના આચાર્ય સ્વૈચ્છિક સેવા નિવૃત્ત થતા શાળા ખાતે આચાર્ય નો વિદાય સમારંભ યોજાયો હતો.
કબીરપુર પ્રાથમિક શાળાના આચાર્ય મહેશ . એ.પટેલ સ્વૈચ્છિક સેવા નિવૃત્ત થતા તેવો નો વિદાય સમારંભ યોજાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત સૌએ તેમના ફરજ સમય દરમિયાન એક આચાર્ય તેમજ શિક્ષક તરીકે બજાવેલ ઉત્તમ ફરજને બિરદાવી હતી સાથે સાથે શાળા ના સંકુલ માં પતરા ના મજબૂત શેડ માટે માતબર રકમ નું દાન આપનાર કાર્તિકભાઈ પામોલનું પણ બહુમાન કરાયું હતું.
આ પ્રસંગે શૈક્ષનિક સંઘ અધ્યક્ષ અશ્વિન પટેલ ના.મામલતદાર ભાર્ગવ પટેલ ,દાતા કાર્તિક પામોલ અને સી.આર.સી કો. ઓર્ડીનેટર મોહન ભાઈ સહિત આસપાસ ની શાળા ઓનાં શિક્ષકો ,શાળા ના બાળકો તેમજ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.