કે.આર.દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદના વિધાર્થીઓ દ્વારા યુવક મહોત્સવમાં 14 સ્પર્ધાઓમાં ઇનામ મેળવી ઈતિહાસ સર્જ્યો

ઝાલોદ,\ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કે.આર.દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઝાલોદના વિદ્યાર્થીઓએ ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરા દ્વારા આયોજિત ચતુર્થ યુવક મહોત્સવ સ્પંદન- 2023 માં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ હતો.

કોલેજની આ ટીમ સમગ્ર યુનિવર્સિટીમાં સૌથી વધુ ઇનામો મેળવનારી ટીમ બની હતી. કોલેજના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર 14 સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓની ટીમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં કોલાજમાં પ્રથમ, કાર્ટૂનિંગમાં પ્રથમ, ફોક ઓર્કેસ્ટ્રામાં પ્રથમ, લોકનૃત્યમાં દ્વિતીય, ભારતીય લાઇટ વોકલમાં દ્વિતીય, ભારતીય ગ્રુપ ગીતમાં દ્વિતીય, પશ્ચિમી જૂથ ગીતમાં દ્વિતીય, ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટલમાં દ્વિતીય, ક્વિઝમાં દ્વિતીય, વક્તૃત્વમાં તૃતીય, વન એક્ટ પ્લેમાં તૃતીય, માઇમમાં તૃતીય, સ્કીટમાં તૃતીય, વેસ્ટર્ન વોકલ સોલોમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સ્પર્ધામાં કોલેજના પ્રિન્સિપાલ મધુકર પટેલ, ડો. આશિષ મોદી, ડો. યોગેશ ઝાલા, ડો. અનિતા પાદરીયા, અને ભારતીબેન મોદી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. કોલેજના પ્રિન્સિપાલ સહિત તમામ કોલેજ પરિવારે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.