જ્યોતિષ શીખવાના બહાને કરી મિત્રતા, પછી ટેરો કાર્ડ રીડર પર બળાત્કાર

નવીદિલ્હી, દક્ષિણ દિલ્હીના નેબ સરાઈમાં ૩૬ વર્ષની મહિલા ટેરો કાર્ડ રીડર પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પોલીસે સોમવારે આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ મહિલાને મિલક્ત વેચવામાં મદદ કરવાની ઓફર કરી હતી અને બાદમાં તેણે જ્યોતિષ શીખવાના બહાને તેની સાથે મિત્રતા કરી હતી.

પીડિત મહિલાએ ૧૧ ફેબ્રુઆરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના એક પરિચિતે તેની સાથે બળાત્કાર કર્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ૨૪ જાન્યુઆરીએ અગ્રવાલે પ્રોપર્ટી ડીલ સેટલ કરવા માટે મહિલાને નેબ સરાયમાં તેના મિત્રના ઘરે બોલાવી હતી. ત્યાં તેણે કથિત રીતે તેના ડ્રિંકમાં કંઈક ભેળવ્યું હતું જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી અને પછી તેની સાથે બળાત્કાર કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દિલ્હીમાં પણ દાજલિંગની એક મહિલા પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. તેના મિત્રએ દિલ્હીમાં તેના પર ૭ દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીઓએ પીડિતાને માત્ર માર માર્યો ન હતો પરંતુ તેના પર ગરમ દાળ નાખીને ત્રાસ પણ આપ્યો હતો. આ ઘટના ૩૦ જાન્યુઆરીએ પ્રકાશમાં આવી હતી. મહિલાના શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા.