જ્યોતિ, અદિતિ અને પરનીતે દેશને અપાવ્યું ગૌરવ, ભારતે તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યા

ચીનના હાંગઝોઉ શહેરમાં એશિયન ગેમ્સ ૨૦૨૩ ચાલી રહી છે. ભારતે એશિયન ગેમ્સમાં અત્યાર સુધી ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. ભારતે અત્યાર સુધી એક જ એશિયન ગેમ્સમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. એશિયન ગેમ્સ ૨૦૨૩ના ૧૨માં દિવસનો પ્રથમ ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે.

એશિયન ગેમ્સ ૨૦૨૩માં ભારતે તેનો ૧૯મો ગોલ્ડ મેડલ જીતી લોધો છે. વુમન્સ આર્ચરીની કમ્પાઉન્ડ ઈવેન્ટમાં જ્યોતિ, અદિતિ અને પ્રણીતની ત્રિપુટીએ ફાઇનલમાં ચાઈનીઝ તાઈપેઈને ૨૨૯-૨૩૦થી હરાવી હતી. આ ભારતનો એશિયન ગેમ્સ ૨૦૨૩માં ૮૨મો મેડલ છે. ભારતે અત્યાર સુધી ૧૯ ગોલ્ડ, ૩૧ સિલ્વર અને ૩૨ બ્રોન્ઝ મેડલ જીત્યા છે