- નવાબ મલિકને જામીન કેમ મળતી નથી,આઝમ ખાનનું રાજનીતિક કેરિયર બરબાદ કરી દેવાયું.
નવીદિલ્હી,
૨૦૨૪ની લોકસભાની ચુંટણીઓના ધમાસાનમાં એઆઇએમઆઇએમ વડા અસદુદ્દીન ઓવૈસી હવે જાહેરમાં હિન્દુ મુસલમાનનો ખેલ ખેલી રહ્યાં છે.પાર્ટીના અધિવેશન બાદ ઓવૈસીએ એક રેલી કરી જેમાં તેમના નિશાના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહ્યાં હતાં.ઓવૈસીએ કહ્યું કે હિન્દુ રાષ્ટ્રની માંગ કરનારા દેશના દુશ્મન છે.તે બંધારણને ખતમ કરવા ઇચ્છે છે.આ દેશનો કોઇ એક ધર્મ નથી હિન્દુ રાષ્ટ્રની માંદ સીધે સીધુ સેકુલરિજમ સ્વતંત્રતાને ટારગેટ કરવાનો છે આ ખુબ જ ખોટું છે વડાપ્રધાને તેને તાકિદે રોકવું જોઇએ.જયારે અમૃતલાલના બહાને અમિત શાહ પર હુમલો કરતા ઓવૈસીએ કહ્યું કે આ અમૃત કોણ છે. અને અત્યાર સુધી અમિત શાહ કેમ ચુપ બેઠા છે. આખરે અમે ઇન્દિરા ગાંધીથી પાઠ કેમ શિખી રહ્યાં નથી જે હેઠળ નિવેદન સામે આવી રહ્યાં છે જો આવા નિવેદન કોઇ મુસલમાન આપે તો બધા તેની પાછળ પડી જાય છે.
ઓવૈસીએ કહ્યું કે જે હિન્દુ લોકો છે શું તેમણે મોદીને મત આપ્યા નથી લગભગ ૪૦ ટકા હિન્દુ સમાજે મોદીને મત આપ્યા જયારે તમામ મોદીને પસંદ કરે છે.સંસદમાં તમામ પ્રતિનિધિત્વ છે આવામાં મુસ્લિમ સમાજ પાછળ કેમ,દલિત સમાજના લોકો જેલમાં કેમ છે,સ્કુલની બહાર આ સમાજ કેમ છે.આ સમાજથી ગ્રેજયુએટ્સ ઓછા કેમ છે કારણ કે મુસલમાનોની પાસે પોલીટિકલ લીડરશિપ નથી જે તેમના મુદ્દા ઉઠાવી શકે આથી તેમાંં કોઇ ખરાબી નથી તેનાથી લોકતંત્ર જ મજબુત થશે.
એ સાવલ પર કે શું તમે વડાપ્રધાન બનશો ઓવૈસીએ કહ્યું કે મારો હેતુ જીવનમાં વડાપ્રધાન બનવાનું નથી જયાં સુધી અલ્લાહ મને જીવતો રાખશે ત્યાં સુધી મારો એક જ હેતુ છે કે લધુમતિ,ક્રિશ્ર્ચિયન,દલિત આદિવાસી સમાજને રાજનીતિક લીડરશિપ બને તેમને પણ પ્રતિનિધિત્વ મળે જેથી તે પણ વિકાસ કરી શકે અને તેમના પણ સપના પુરા થઇ શકે આજ મારા જીવનનો હેતુ છે.મારા જીવનનો હેતુ મંત્રી સંત્રી કે લાલ લાઇટ લઇ ફરવાનો નથી
મોદી પર હુમલો કરતા ઓવૈસીએ વધુમાં કહ્યું કે ભાજપને મુસલમાનોના મતની જરૂરત નથી મોદી જયારથી વડાપ્રધાન છે ત્યારથી તેમણે મુસલમાનોને રાજનીતિથી ગુમ કરી દીધી છે અને હવે અન્ય રાજનીતિક પક્ષ પણ મોદીના પગલા પર ચાલી રહ્યાં છે.ભાજપ અને અન્ય કહેવાતા સેકુલર પક્ષોમાં ખુદને સૌથી મોટા હિન્દુત્વ સાબિત કરવાની દોડ લાગી છે.મને એક વાત સમજમાં આવતી નથી કે શું ચુંટણી ફકત મુસલમાનોથી થાય છે શું ચુંટણી ઠાકુર બ્રાહ્મણ કુર્મી રેડ્ડી કમ્મા વેલ્માથી થતી નથી શું ચુંટણી ફકત મુસલમાનોથી થાય છે મુસલમાનોને ફકત ગાજરની પીપુડી આપી દો તમે મુસલમાનોના મત લઇ છેંતરપીડી કરો છો.
ઓવૈસીએ કહ્યું કે જયારથી મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી મોબ લિચિંગ,લવ જેહાદ,ધર્માતરણના નામ પર મુસલમાનોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.જુનૈદ નસીરને સળગાવી દેવામાં આવે છે.પહલુ ખાન,અખલાક અકબરને મારી દેવામાં આવ્યા નવાબ મલિકને જામીન કેમ મળતી નથી આઝમ ખાનનું રાજનીતિ કેરિયર બરબાદ કરી દેવામાં આવ્યું અને રિવરફ્રંટ કૌભાંડ કરનારાને જેલ થતી નથી જો તમે એટલા સેકયુલર છે તો બતાવો કે ભારતની સંસદમાં આટલા ઓછા મુસલમાન કેમ જીતીને આવે છે. માન્યું કે અમે ખરાબ છીએ જો તમે સારા છો તો આવો તમે આ સવાલોના જવાબ આપો.