શિમલા,
હિમાચલ પ્રદેશમાં, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોમવારે કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારથી તેમણે અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવ્યા છે ત્યારથી તે દેશભરમાં ભાગતા છે. છેલ્લી લોક્સભા ચૂંટણીમાં ઈરાનીએ તેમને રાહુલ ગાંધીના ગઢ અમેઠીમાં હરાવ્યા હતા, જોકે રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી લોક્સભાની ચૂંટણી જીત્યા હતા. ૧૨ નવેમ્બરે યોજાનારી હિમાચલ વિધાનસભા ચૂંટણી માટે રેણુકાજી વિધાનસભા ક્ષેત્રમાં રેલીને સંબોધિત કરતી વખતે મહિલા અને બાળ વિકાસ મંત્રી ઈરાનીએ કહ્યું, “પરંતુ તેઓ જ્યાં ગયા, ત્યાં શું થયું? કોંગ્રેસ ત્યાં પણ ચૂંટણી હારતી રહી.
ઈરાનીએ યાત્રામાં ભાગ લેનારા કેટલાક લોકો પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ યાત્રા કાઢી, કેરળમાં કોની સાથે આ યાત્રા કાઢી? તે લોકો સાથે જેઓએ ગાયોની ક્તલ કરી અને પછી ઈન્ટરનેટ પર ફોટો અપલોડ કર્યો. અને કોંગ્રેસના યુવરાજ યાત્રા કાઢીને પીઠ થપથપાવી રહ્યા છે. “તેઓએ (કોંગ્રેસ) એ લોકો સાથે યાત્રા કાઢી હતી જેમણે કાશ્મીરને ભારતથી અલગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો,” તેમ તેમણે કહ્યું.
ઈરાનીએ કોંગ્રેસના કાર્યકરોને પૂછ્યું, ‘જ્યારે તમારા નેતા એવા લોકોને સમર્થન આપે છે જેઓ ખંડિત ભારત જોવા માગે છે, ત્યારે શું તમારું લોહી ઉકળતુ નથી ? જ્યારે તમારા નેતા ગાયના હત્યારાઓની પીઠ થપથપાવે છે, ત્યારે શું તમારું લોહી ઉકળતુ નથી?’