જયારે કોઇ પુરૂષની પાસે કાંઇ હોતું નથી તો તેના માટે મહિલાના ચરિત્રને ખરાબ કરવાનું સરળ થઇ જાય છે : સુષ્મિતા સેનની ભાભી ચારૂ


મુંબઇ,
સુષ્મિતા સેનના ભાઇ ભાભીના તુટતા લગ્ન ટીવી વર્તુળોમાં હોટ ચર્ચાનો વિષય બની છે.બંન્ને એક બીજા પર આરોપ લગાવવાની તક છોડી રહ્યાં નથી મારપીટ બાદ હવે વાત લગ્નમાં છેંતરપીડી આપવા સુધી પહોંચી ગઇ છે.ચારૂએ લગાવેલા છેંતરપીડીના આરોપ પર પલટવાર કરતા રાજીવે તેના અભિનેતા કરણ મહેરા સાથે પ્રેમ હોવાનો દાવો કર્યો છે આ વાત પર ચારૂએ પણ રાજીવ સેનના આરોપો પર પલટવાર કર્યો છે.

ચારૂએ ચુપકીદી તોડતા કહ્યું કે તેમને ખબર નહીં કયાંથી આ આરોપ તેના પર લગાવવામાં આવી રહ્યાં છે કે કહે છે કે જયારે કોઇ પુરૂષની પાસે કાંઇ હોતુ નથી તો તેના માટે મહિલાના ચરિત્રને ખરાબ કરવાનું સરળ થઇ જાય છે ચારૂએ કહ્યું કે પુરૂષોને ખબર છે એક મહિલાને શું વસ્તુ સૌથી વધુ અસર કરે છે.રાજીવની પાસે તેને નીચા બતાવવાનો અન્ય કોઇ રસ્તો બચ્યો ન હતો આથી તે આટલો નીચે ઉતરી આવ્યો તેના પર અફેયરનો આરોપ લગાવ્યો.રાજીવ સેનનો આરોપ હતો કે ચારૂએ મહેરા સાથે રોમાંટિક રીલ વીડિયો બનાવ્યો હતો તેના પર પણ ચારૂએ જવાબ આપ્યો હતો.

ચારૂએ કહ્યું હતું કે આ પ્રોફેશનલ રીલ વીડિયો હતો જે બંન્નેએ એક ઇવેંટ માટે બનાવ્યૅેં હતો તેને અમે બંન્નેએ સાથે એટેંડ કરી હતી બીજી તરફ કરણ મહેરાએ પણ રાજીવ સેનના આરોપો પર જણાવ્યું હતું કે હું આ આરોપોથી સ્તબ્ધ છું.તેણે કહ્યું કે આ ખુબ જ ખરાબ વાત છે મને ખબર નહીં રાજીવ સેન કંઇ કરણ મહેરાની વાત કરી રહ્યો છે હું ચારૂ અસોપાના સંપર્કમાં નથી અમે ૧૦ વર્ષ પહેલા એક શો માટે સાથે કામ કર્યું હતું કરણે રાજીવ સેનની વાત પર આશ્ર્ચર્ય વ્યકત કર્યું હતું.

રાજીવ સેને ચારૂ પર છેંતરપીડીનો આરોપ લગાવ્યો હતો તેમનો આરોપ હતો કે ચારૂ અસોપાની માતાએ તેમને એકટ્રેસના કરણ મહેરા સાથે અફેયરની વાત બતાવી હતી ચારૂ અને કરણ મેહરાના રોમાંટિક રીલ વીડિયોની માહિતી આપી હતી રાજીવે ચારૂના આરોપો પર નારાજગી વ્યકત કરતા કહ્યું કે મારો પરિવાર ચારૂને મારા કરતા વધુ સપોર્ટ કર્યો છે એટલો પ્રેમ આપ્યો આમ છતાં ચારૂએ શર્મનાક આરોપ લગાવ્યો છે.રાજીવે કહ્યું કે તે ચારૂને તેના માટે કયારેય માફ કરશે નહીં.