જયાં સુધી મને મંત્રી બનાવવામાં આવશે નહીં ત્યાં સુધી વિધાનસભામાં ભાગ લઇશ નહીં ભાજપના ધારાસભ્ય

બેંગ્લુરુ,

ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય કે એસ ઇશ્ર્વરપ્પાએ કહ્યું કે જયાં સુધી તેમને મંત્રી બનાવવામાં આવશે નહીં ત્યાં સુધી તે વિધાનસભા સત્રમાં ભાગ લેશે નહીં શિવમોગાના ધારાસભ્ય ઇશ્ર્વરપ્પા આ વર્ષની શરૂઆતમાં ઉડ્ડીપીની એક હોટલમાં બેલગાવીના એક ઠેકેદાર સંતોષ પાટિલની આત્મહત્યા બાદ ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજમંત્રીના પદેથી રાજીનામુ આપી ચુકયા છે.આ મામલામાં તેમના પર ૪૦ ટકા કમીશન માંગવાનો પણ આરોપ લાગ્યો હતો.

ઇશ્ર્વરપ્પાએ પત્રકારોને કહ્યું કે ઠેકેદાર આત્મહત્યા મામલામાં તપાસ એજન્સી દ્વારા કલીનચિટ આપ્યા બાદ તેમને મંત્રી પદેથી વંચિત કરવામાં આવી રહ્યાં છે.વરિષ્ઠ ધારાસભ્યે કહ્યું કે તે બેલાગવી જશે જયાં વિધાનમંડળનું સત્ર ચાલી રહ્યું છે પરંતુ તેમાં ભાગ લેશે નહીં.

કર્ણાટકમાં ઠેકેદાર સંતોષ પાટિલના મોતને લઇ ઇશ્ર્વરપ્પાની વિરૂધ આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં મામલો દાખલ કરવામાં આવ્યો હતો ઇશ્ર્વરપ્પાને આ મામલામાં પ્રથમ આરોપી બનાવવામાં આવ્યા હતાં. ઠેકેદાર સંતોષ કે પાટિલ ઉડ્ડુપીની એક લોજમાં શંકાસ્પદ હાલમાં મૃત જણાયા હતાં વિરોધ પક્ષ કોંગ્રેસે રાજયના રાજયપાલ થાવરચંદ ગહલોતથી ઇશ્ર્વરપ્પાને મંત્રિમંડળમાંથી બરતરફ કરવાની વિનંતી કરવામાં આવી હતી.

જયારે આ મામલા પર પૂર્વ મંત્રી અને ભાજપ ધારાસભ્ય રમેશ જારકિહોલીએ દાવો કર્યો હતો કે કાવતરાખોરોના એક જ સમૂહે તેમનાથી જોડાયેલ સેકસ સીડી સ્કૈંડલ અને ઠેકેદાર સંતોષ પાટિલના મોતના પાછળ હાથ છે તેમણે બંન્ને મામલાની સીબીઆઇ તપાસની માંગ કરી છે.