તુર્કી,
કેટલાક દિવસ પહેલા સ્વીડનમાં એક દક્ષિણપંથી નેતાએ પવિત્ર કુરાનની એક કોપીને આગ લગાવી દેવામાં આવી હતી.સ્વીડનની આ ઘટનાથી દુનિયાભરમાં હલચલ મચી ગઇ હતી.અનેક મુસ્લિમ દેશોએ આ ઘટનાની સખ્ત ટીકા કરી છે.હવે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તઇપ એર્દોગને કહ્યું કે જયાં સુધી સ્વીડનમાં કુરાન સળગતી રહેશે ત્યાં સુધી તે સ્વીડનને નાટોમાં સામેલ થવા દેશે નહીં. જો કે અર્દોગનના નાટો સભ્યતા માટે ફિનલૈંડની અરજી પ્રત્યે સકારાત્મક દ્ષ્ટિકોણ છે.એર્દોગને સંસદને સંબોધિત કરતા સ્વીડન જયાં સુધી તમે કુરાનને સળગાવવા અને ફાડવાની મંજુરી આપશે ત્યાં સુધી અમે તમને નાટોમાં સામેલ થવા માટે હાં કહી શકીએ નહીં.
તેમણે કહ્યું કે ફિનલૈંડ પર અમારો સકારાત્મક દ્ષ્ટિકોણ છે.પરંતુ સ્વીડન પર નહીં હકીકતમાં સ્વીડન અને ફિનલૈંડે મે ૨૦૨૨માં નાટોમાં સામેલ થવા માટે ઔપચારિક અરજી કરી હતી જેનો તુર્કીએ વિરોધ કર્યો તેણે અંકારા વિરોધી કુર્દ સંગઠનો અને રાજનીતિક અસંતુષ્ટો માટે તેમના સમર્થનનો હવાલો આપ્યો.એક મહીના બાદ મૈડ્રિડમાં આયોજિત નાટો શિખર સંમેલન પહેલા તુર્કી,સ્વીડન અને ફિનલૈંડ એક સમજૂતિ (એમઓયુ) પર પહોંચ્યા હતાં.
સમજૂતિ હેઠળ તુર્કી ફિનલૈંડ અને સ્વીડન દ્વારા નાટોની બોલીઓ પર પોતાનો વીટો ઉઠાવવા પર સહમત થઇ ગયો બદલામાં તેણે આતંકવાદની વિરૂધ અંકારાની લડાઇને સમર્થન કરવા અને આંતકવાદી શંકાસ્પદોની લંબિત નિર્વાસન કે પ્રત્યર્પણ અનુરોધને તાકિદે અને પુરી રીતે સંબોધિત કરવાનું વચન આપ્યું તુર્કીની સંસદે અત્યાર સુધી નોડક દેશોની નાટો બોલીઓની પુષ્ટી મળી નથી એ કહેતા કે તેમણે હજુ સુધી અંકારાની વિનંતીને પુરી કરી નથી.