બેરોજગારોનું કિસ્મત ફુટ્યું: જુનિયર ક્લાર્કનું પેપર ફૂટતા પરીક્ષા રદ.

રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલા પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી છે. આ બાબતે પોલીસ તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ કરી છે. યુવક પાસેથી પ્રશ્નપત્રની નકલ મળી આવી હતી.

પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યારે લાંબા સમય બાદ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરના 2,995 પરીક્ષા કેન્દ્રના 31,794 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 9 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા,જ્યારે ફરી એક વાર પેપર લીક થવાની ઘટનાથી પરીક્ષા આપતા ઉમેદવારોમાં નિરાશા જોવા મળી છે. ગુજરાતમાં પેપર લીક થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અગાઉ પણ પેપર લીક થવાની ઘટનાઓ સામે આવી ચુકી છે. જ્યારે ફરી એકવાર પેપરલીક થવાની ઘટના સામે આવતો મહેનત કરતા ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી છે.