જુ.કલાર્ક પેપર પ્રકરણમાં દાહોદ જિલ્લામાં 9 ની ધરપકડ : પેપરનો સોદી માથાદીઠ એક લાખમાં થયાની ચર્ચા

દાહોદ,ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગત 29 જાન્યુ.એ લેવામાં આવનાર જુનિયર કલાર્કની પરીક્ષા લેવાય તે પહેલા જ તેઓનુ પેપર ફુટી જતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ પ્રકરણમાં પેપર લીક કરનારા આંતરરાજય ગેંગના 19 આરોપી અને એજન્ટોની ધરપકડ કરવામાં આવી હતી. આ પેપર લીક કોૈભાંડના મુખ્ય આરોપી ભાસ્કર ચોૈધરીની વડોદરા ખાતેની સ્ટેકવાઈઝ ટેકનોલોજી ઓફિસર ઉપર છાપા દરમિયાન પરીક્ષાર્થીઓના કોલલેટર, કોરાચેક, અસલ સર્ટિફિકેટ તેમજ અસલ દસ્તાવેજો મળી આવ્યા હતા. વિવિધ જિલ્લાના આવા 30 લોકોનો દસ્તાવેજો એટીએસ દ્વારા કબ્જે લેવામાં આવ્યા હતા. જેમાં દાહોદ જિલ્લાની બે યુવતિ સહિત 9 લોકોનો સમાવેશ થતો તે તમામની ધરપકડ કરવામાં આવી હોવાની વાતથી ખળભળાટ મચી ગયો છે. દાહોદ જિલ્લાના પરીક્ષાર્થીઓ દ્વારા માથા દીઠ એક લાખ રૂપિયામાં પેપરનો સોદો કર્યો હોવાની ચર્ચાઓ સાંભળવા મળી છે.