જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં એટીએસે વધુ ૧૦ની ધરપકડ

અમદાવાદ,સમગ્ર રાજ્યને હચમચાવી નાખનાર જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડમાં તપાસ ચલાવી રહેલી એટીએસની ટીમે વધુ ૧૦ આરોપીઓની ધડપકડ કરી હતી. આ મામલે અત્યાર સુધીમાં ૨૫થી વધુ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે અત્યાર સુધીમાં ૨૫થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, જુનિયર ક્લાર્ક પરીક્ષાનું વડોદરાથી પેપર લીક થયું હતું. જેને લઈને ૯ લાખ ૫૩ હજારથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ હતી.

ગુજરાતમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેરર ફૂટ્યું હોવાનું તંત્રને પરીક્ષાના થોડા જ કલાકો પહેલા ખબર પડતા તંત્રએ પરીક્ષા લેવાય તે પહેલા છેલ્લા અમુક કલાકો પહેલા જ પરીક્ષા રદ્દ કરી દીધી હતી. જોકે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ દ્વારા તંત્રને પાંચ દિવસ પહેલા જ આ અંગે જાણકારી આપવામાં આવી હતી. છતા છેલ્લી ઘડીએ પેપર નહીં લેવાતા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયેલા વિદ્યાર્થીઓની હાલત દયનીય થઈ હતી. ઘણા પરીક્ષાર્થીઓની આંખોમાં રીતસર આંસુ છલકાઈ આવ્યા હતા, તો ઘણા સાવ ડિસ્ટર્બ થઈ ગયા હતા. અહીં સુધી કે ભાવનગરમાં તો એક દીકરીએ જીવન પણ ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું હતું.

આગામી ૯મી એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગાંધીનગર જિલ્લામાં કુલ ૩૭,૪૦૦ ઉમેદવારો પરીક્ષા આપશે. જિલ્લામાં કુલ સીસીટીવી કેેમેરાથી સજ્જ ૧૨૧ કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. જિલ્લા તંત્ર દ્વારા ગુજરાત પંચાયત પસંદગી મંડળ આયોજિત આ જૂનિયર ક્લાર્કની પરીક્ષા યોજવા માટે સંપુર્ણ તૈયારી કરી લીધી છે. પરીક્ષાના સૌથી વધુ ૮૨ કેન્દ્રો ગાંધીનગર તાલુકામાં નિયત કરવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન ખાસ કરીને પેપર લીક ના થાય તે માટે તમામ તકેદારીઓ રાખવામાં આવી છે.

આ પરીક્ષા દરમ્યાન કાયદો વ્યવસ્થાની પરિસ્થીતિ જળવાઈ રહે તેના ભાગરૂપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્વારા પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરની ત્રિજિયામાં ખોદકામ કરવા પર પ્રતિબંધ મુક્તુ જાહેરનામુ, પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી તેમજ નિયુક્ત અધિકૃત વ્યક્તિઓ સિવાયની કોઈપણ વ્યક્તિ કે વ્યક્તિઓના સમુહને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવે તેવુ જાહેરનામું બહાર પડાયુ છે.