જુનિયર ક્લાર્કની પરીક્ષામાં બાલાસિનોર પોલીસની સરાહનીય કામગીરી

બાલાસીનોર,સમગ્ર ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ રહી છે. ત્યારે બાલાસિનોર ખાતે એમેંડો હાઇસ્કૂલ પી.વી. વિદ્યાલય નવગુજરાંત હાઇસ્કૂલ ખાતે પરિક્ષાથીઓ પહોંચ્યા હતા. પરતું બે ઉમેદવારો પાસે આધારકાર્ડ ન હતા. એક ઉમેદવાર પાસે પાસપોર્ટ સાઇઝ ફોટો ન હતા. તો બાલાસિનોર પોલીસ સ્ટેશનના પી.આઈ. અંશુમન નિનામાના માર્ગદર્શન દ્વારા પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક આધારકાર્ડ અને ફોટા કઢાવી આપી પરીક્ષાર્થીઓને પ્રવેશ અપાવી ઉમદા ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું. આ તબક્કે પરીક્ષાર્થીઓ બાલાસિનોર પોલીસ સ્ટેશનના સ્ટાફનો આભાર માન્યો હતો. આ તબક્કે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટે પણ બાલાસિનોરના પરીક્ષાના સ્થળોની મુલાકાત કરી હતી.