ગોધરા, ગોધરા તાલુકાના નદીસર પંથકમાં બે-ત્રણ વર્ષથી મોટાભાગે જંગલોમાં જોવા મળતા અને ધણા વર્ષોથી તે પક્ષી મોટાભાગે રહેણાંક વિસ્તારોમાં જોતા નહોતુ મળતુ તેવુ ચીલોત્રો પક્ષી લગભગ રોજ વહેલી સવારથી બપોર સુધી વિવિધ વિસ્તારોમાં જોવા મળતા જાણકારો અને પક્ષીવિદોમાં આનંદ જોવા મળ્યો છે.
ચિલોત્રા પક્ષીને અંગ્રેજીમાં હોર્ન બિલ તરીકે ઓળખવામાં આવે છે. તે આકારમાં કાગડા કરતા મોટુ અને તેની લાંબી ચાંચ પર શિંગડા જેવા ઉપસેલા ભાગના લીધે કદાચ તેને અંગ્રેજીમાં હોર્નબિલ(શિંગડુ)કહેવાતુ હશે.ચિલોત્રા કુલ 9 પ્રકારના વિશ્ર્વના જુદા જુદા ભાગોમાં જોવા મળે તેમાં અહિંયા ફકત રાખોડી રંગના જ ચીલોત્રા જોવા મળે છે. અને આ પત્રી મોટાભાગે જોડીમાં જ જોવા મળે છે. ખોરાકમાં વડના ટેટા, નાની ગરોળી, અળસિયા, ભમરા મુખ્ય ખોરાક છે. જાણવા મળ્યા પ્રમાણે મોટાભાગે આ પક્ષી જયાં ગાઢ જંગલો અને જુના મોટા વૃક્ષો હોય ત્યાં જ જોવા મળે છે. ત્યારે હવે રહેણાંક વિસ્તારોમાં પણ ખોરાક-પાણીની શોધમાં આવા પક્ષીઓ જોવા મળે તે આનંદની બાબત છે.