હાલ શ્રાવણ માસમાં ઠેર ઠેર જુગારનો પાટ મંડાયો છે ત્યારે પોલીસ રોજબરોજ જુગારની રેડ કરી રહી છે. ગત સાંજે જુનાગઢ બી ડીવીઝન હદમાં આવેલ પ્લેટીનીયમ હોટલમાં રૂમ ભાડે રાખી મોટુ જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે ત્રાટકી રોકડ રૂા.૨,૦૨૦૦૦, નાલના રૂા.૧૦ હજાર, અંગત ઝડતીમાં રૂા.૧,૯૩,૦૯૦ મોબાઈલ ૧૧ રૂા.૯૨૦૦૦, મો.સા.૫ રૂા.૧,૨૦,૦૦૦ મળી કુલ રૂા.૬,૧૭,૦૯૦નો મુદામાલ કબ્જે કરી બે મહિલા સહિત ૧૨ને દબોચી લીધા હતા.
આ અંગેની બી ડીવીઝન પોલીસમાંથી મળતી વિગત મુજબ આરોપી રણમલ મેરામણ દિવરાણીયા (ઉ.૩૫) રે. ધંધુસર, મોહન કરશન ચાંડેલા રે. ધંધુસર વાળો બન્ને તેમજ હાજર નહી મળેલ રવિ હીરા જગડા રે. જુનાગઢ વાળાએ હોટલ પ્લેટીનીયમના માલીક યોગેશ નારણ મોરી કારડીયા (ઉ.૪૯) રે. મુરલીધર સોસાયટી જોષીપરાએ રૂમ નં.૧૨૦નો રૂમ રૂા.૪૦૦૦ ભાડેથી જુગારના અખાડો ચલાવવા આપેલ હોય જેમાં રજીસ્ટરમાં એન્ટ્રી આરોપી રણમલ મેરામણ દીવાણીયાના નામે બોલતી હોય અને જુગાર રમવાની વ્યવસ્થા કરી આપેલ હતી.
ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે ત્રાટક્તા જુગાર રમતા રણમલ મેરામણ દિવરાણીયા રે. ધંધુસર, મોહન કરાન ચાંડેલા રે. ધંધુસર, અભયસિંહ દેવુભા વાઘેલા રે. ભાડેર (ધોરાજી), દેવા નાથા હુણ રે. ખલીલપુર, અશોક ભીખા પટોડીયા રે.સુખપુર, લખધીરસિંહ હેમુભા ગોહિલ રે. ગોમટા (ગોંડલ), સિકંદર હુસેન પઠાણ રે.ચિત્તાખાના (જુનાગઢ), રણમલ કરશન ચાંડેલા રે.ધંધુસર, ભીખા લખમણ ગીરનારા રે. મધુરમ બાયપાસ, યોગેશ નારણ મોરી જોશીપરા, સોનલબેન ગોવિદ બાબરીયા જામનગર, ગીતાબેન ચંપકલાલ વાંસજાળીયા રે. જામનગર વાળાઓને દબોચી લીધા હતા. જયારે રેડ દરમ્યાન રવિ હીરા જગડા હાજર મળી આવ્યો ન હતો. બી ડીવીઝન પોલીસ ઈન્સ. એમ.સી. પટેલે તપાસ હાથ ધરી છે.