જુનાગઢ, ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ત્યારે જુનાગઢમાં વાતાવરણમાં એકા એક પલટો આવ્યો છે. જુનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે પવન ફુંકાયો છે. જો કે તેની કોઈ અસર રોપ વે સેવા પર જોવા મળી નથી. આ અંગે જાણકારોનું કહેવું છે કે ઉનાળાના મયમાં સવારના સમયે આ પ્રકારે પવન ફૂંકાવાની ઘટના બનતી હોય છે.
બીજી તરફ હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં આગામી ચાર દિવસ બાદ વરસાદ પડવાની શક્યતા છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસવાની શક્યતા કરવામાં આવી છે
હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. આજથી આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આવતીકાલથી વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં આગામી ચાર દિવસ બાદ વરસાદ પડવાની શક્યતા છે. વેસટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના કરવામાં આવી છે. ઉત્તર અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસવાની શક્યતા કરવામાં આવી છે.
અરવલ્લી,સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ૧૨ મે મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, દાહોદ, નવસારી વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ૧૩ મે ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, ગીરસોમનાથ, ભાવનગર, અમરેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ૧૪ અને ૧૫મે ના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે.