જૂનાગઢના વંથલીમાં ટ્રેન અડેફેટે આવતા યુવકનું મોતન નિપજયું. વંથલીમાં લુશાના નજીક અજાણ્યા યુવકનું ટ્રેનની અડફેટે મોત થવાનું સામે આવતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી. રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ લુશાળા નજીક અજાણ્યા યુવકનું ટ્રેન અડફેટે યુવકનું મોત નિપજયું. વેરાવળ-રાજકોટ લોકલ ટ્રેનમાં આ બનાવ બન્યો. યુવકના મોત મામલે લોકોએ પોલીસને જાણ કરી. પરંતુ ટ્રેનની અડફેટે આવતા આ મામલો રેલ્વે પોલીસનો હોવાથી તે ઘટનાસ્થળ પર પંહોચી. રેલ્વે પોલીસને પ્રાથમિક દૃષ્ટિએ આ અકસ્માત લાગતો નથી. પોલીસને શંકા છે કે સંભવત યુવકે કોઈક કારણસર ટ્રેન આપઘાત કર્યો હોઈ શકે. હાલમાં પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વંથલી ખસેડાયો છે. પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે કે યુવકે આત્મહત્યા કરી છે કે ખરેખર અકસ્માત બન્યો છે. દરમ્યાન પોલીસ બનાવ સ્થળ સુસાઈડ નોટ મળે છે કે કેમ તે શોધવાની તજવીજ હાથ ધરી છે. અને તે સાથે યુવકની ઓળખ કરી તેના પરિવારની શોધખોળ હાથ ધરી છે. પરિવાર તેમજ સગાસંબંધી અને મિત્રો સાથે યુવક અંગેની વધુ માહિતી મળ્યા બાદ જ પોલીસ તેના અકસ્માત કે આત્મહત્યા કરી હોવાનું સ્પષ્ટ કરી શકશે.
અગાઉ પણ વંથલીમાં એક યુવકનું મોત નિપજયું હતું. વંથલી હાઈવે પર ૧૯ વર્ષીય યુવકનું મોત નીપજતા પરિવારે યુવકને ગુમાવ્યો હતો. જુવાન જોધ પુત્રના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ યુવક જુનાગઢ વંથલી હાઇવે પર મઢડાથી દર્શન કરીને ઘરે પરત આવતો હતો ત્યારે વાહન સાથે આખલો અથડાતા યુવકને ગંભીર ઇજા થઈ હતી. સ્થાનિકો યુવકને હોસ્પિટલ લઈ ગયા જંયા સારવાર દરમ્યાન ગંભીર ઇજાના કારણે હિરેન પરમાર નામના યુવકનું મોત થયું હતું.