જૂનાગઢ વન વિભાગે બીજી વ્હેલ શાર્ક માછલીને સફળ સેટેલાઇટ ટેગિંગ કર્યું

જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં વ્હેલ શાર્ક માછલીનું સેટેલાઇટ ટેગિંગ કરવામાં જૂનાગઢ વન વિભાગને સફળતા મળી છે. વન વિભાગે સૂત્રાપાડાના દરિયામાં વ્હેલ શાર્ક માછલીને સેટેલાઈટ ટેગિંગ કર્યુ હતુ. ગીર સોમનાથના દરિયા કિનારે વ્હેલ શાર્ક માછલી ઈંડા મૂકે છે.

સેટેલાઈટ ટેગિંગથી વન વિભાગને વ્હેલ શાર્કના વધુ અભ્યાસ માટે સરળતા રહેશે. વ્હેલ શાર્કના સંરક્ષણ માટે સેટેલાઈટ ટેગિંગ ખૂબ ઉપયોગી છે. દરિયાઈ જીવ સૃષ્ટિમાં વ્હેલ શાર્ક માછલીનુ ખૂબ જ મહત્વ છે. સેટેલાઇટ ટેગિંગથી વ્હેલ શાર્ક માછલીની ગતિવિધિઓ પર વન વિભાગ સરળ રીતે મોનિટરિંગ કરી શકશે. મહત્વપૂર્ણ છે કે, ગીર સોમનાથના દરિયામાં ૫ જેટલી વ્હેલ શાર્ક માછલી જોવા મળી રહી છે. તેમાંથી બીજી વ્હેલ શાર્ક માછલી પર સેટેલાઈટ ટેગિંગ કરાયુ છે.

આ સેટેલાઈટ ટેગિંગથી વન વિભાગને વ્હેલ શાર્કના વધુ અભ્યાસ કરવા સરળતા બનશે તેમજ સાથો સાથ ટેગિંગ કારણે વ્હેલ શાર્ક માછલીની ગતિવિધિઓ પર નજર રાખી શકાશે. વ્હેલ શાર્ક માછલીની તમામ ગતિવિધિઓ પર મોનિટરિંગ કરવુ સરળ રહેશે.